Xossip

Go Back Xossip > Mirchi> Stories> Regional > ત્રિકોણ નો ચોથો ખૂણો

View Poll Results: વાર્તા બરોબર જઈ &#2736
હા , ચાલુ રાખો , બહુ સરસ છે . 111 88.10%
ના , બંધ કરી દો , કંટાળો આવે છે . 3 2.38%
ખુબ મજા આવે છે , 9 7.14%
ઠીક છે . 3 2.38%
Voters: 126. You may not vote on this poll

Reply Free Video Chat with Indian Girls
 
Thread Tools Search this Thread
  #61  
Old 20th December 2014
soft_touch's Avatar
soft_touch soft_touch is offline
Custom title
 
Join Date: 6th January 2012
Location: in honesty
Posts: 2,280
Rep Power: 20 Points: 5629
soft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autograph
સવારે પાંચ વાગ્યે જયારે ભદ્રા જાગી , એણે હળવેક થી આલોક નો હાથ પોતાની છાતી પર થી હટાવ્યો અને પોતે ઉભી થઇ ને બાથરૂમ માં ગઈ.. ફ્રેશ થઇ અને માયા ના રૂમ માં જઈ ને જોઈ આવી.. એ શાંતિ થી ઊંઘતી હતી.. પોતાની વહાલસોયી દીકરી ના નિર્દોષ ચહેરા ને એ તાકી રહી ..
એના ડ્રોઅર માં થી પેલી ગોળી ઓ ની સ્ટ્રીપ નો શું અર્થ થાય ? માયા નક્કી કૈંક ખોટું કરી રહી હોય એવું એનું વર્તન છે , છેલ્લા કેટલાક મહિના ઓ થી એ જુઠ્ઠું પણ બોલતી થઇ ગઈ છે , ક્યાર થી એ બદલાવા લાગી છે ? કોઈ ની ખરાબ સંગત માં પડી હશે ? કોઈ લોફર છોકરા એ પ્રેમ જાળ માં ફસાવી હશે ? આજકાલ સ્કૂલો પાસે રોમિયો જેવા લફંગા છોકરાઓ બાપ ના પૈસે મોંઘી કાર લઇ ને ઉભા રહી ને છોકરી ઓ પર રોફ જમાવતા બેઠા હોય છે , શું મારી માયા નો પગ ક્યાંક કુંડાળા માં પડી ગયો હશે ? હે ભગવાન મારી માયા નું રક્ષણ કરજે.. ચોવીસે કલ્લાક તો માં બાપ ક્યાં થી છોકરાઓ ની સાથે રહી શકે ? એ ક્યાં જાય છે એની ખાતરી શું ? તે દિવસે માયા કોક ની સાથે વાત કરતી હતી એ કોણ હતું ? ભદ્રા ને અચાનક ઝબકારો થયો . દવાખાને પેલા દિવસે રાજા કશુક અરજન્ટ કામ છે એમ કહી ને આવ્યો હતો તો માયા ને લગતા કઈ સમાચાર તો નહિ હોય ? રાજા ને મારે બહુ જ જલ્દી પૂછવું પડશે. ક્યાં બોલાવું ? અહી ઘરે બોલાવું કે દવાખાને ? આલોક ને ખબર પડવા દેવાય કે નહિ ? આલોક ને જ પહેલા વાત કરવી પડે.. ભદ્રા બહુ ગંભીર થઇ ગઈ વિચારતા વિચારતા ... શું કરું ? કૈંક તો કરવું જ પડશે. અત્યારે જ આલોક ને વાત કરું તો કેવું ? એ સીડી ના પગથીયા ઉતરી રહી હતી ત્યારે એને એક બીજો વિચાર એ આવ્યો કે માયા હમણા થોડા દિવસ ઘરે જ રહેશે , રાજા ને ઘરે બોલાવું એ ઠીક નહિ , દવાખાને જ મળવું યોગ્ય રહેશે. કદાચ એવું ય બને ને કે એ દિવસે જે વ્યક્તિ મળવા આવ્યો હતો તે રાજા હોય જ નહિ ? બીજું કોઈ પણ હોઈ શકે. માત્ર હિન્દી ભાષી હતો એના પર થી એ રાજા જ હતો એવું ધારી લેવું યોગ્ય નથી.
આલોક અને ભદ્રા ચા પી રહ્યા હતા ત્યારે ભદ્રા એ કહ્યું..
આલોક હું તને એક બહુ ગંભીર વાત કહેવા માંગું છું.
આલોક એ ચિંતિત વદને ભદ્રા સામે જોયું , એની નજર માં ઉત્કંઠા હતી. સવાલ હતા,
માયા નું વર્તન મને છેલ્લા બે ચાર મહિના થી બદલાયેલું લાગે છે , એ મારા થી જુઠ્ઠું બોલતી થઇ ગઈ છે , મોડે સુધી કોક ની સાથે ફોન પર વાતો કરતી હોય છે , મને લાગે છે કે એ ક્યાંક પ્રેમ માં પડી છે , કોક લફરું છે એનું ..
આલોક પણ ચિંતિત થયો આ વાત જાણી ને. એ ગુસ્સે થઇ જઈ ને બોલ્યો.
એ તો એક માં તરીકે તારે ધ્યાન રાખવાનું હોય ને ? બાપ થઇ ને હું એને શી રીતે અંગત સવાલો પૂછી શકું ? અને તને શું લાગે છે ? આપણે એને સીધે સીધું પૂછીશું તો એ સાચું કહેશે ?
ના , એ કદાપી સાચું નહિ બોલે ભદ્રા... તારે પહેલા પ્રેમ થી એને સમજાવવી રહી. ના માને તો હું એને શિક્ષા કરીશ પણ એ પહેલા આપણે એ ખરેખર ખોટું કરી જ રહી છે કે કેમ એ ખાતરી કરવી પડશે.
મને તો લાગે છે એને એના પ્રેમી સાથે સેક્સ્યુઅલ રીલેશન પણ છે...
શું વાત કરે છે ? આલોક લગભગ ઉભો થઇ ગયો ..
તું એવું શી રીતે કહી શકે ? આલોક એ સીધું જ પૂછ્યું.
એના એના ડ્રોઅર માં થી મને એક મેડીસીન મળી છે જે શરૂઆત ના તબક્કા ની પ્રેગ્નન્સી તોડવા માટે વપરાય છે , આલોક મને ,માયા ની બહુ ચિંતા થાય છે , ક્યાંક આપણી દીકરી કશું ક આડું અવળું પગલું તો નહિ ભરી બેસે ને ?
આલોક પણ ચિંતિત થઇ ગયો. પણ પત્ની ને સધિયારો આપતા એ બોલ્યો , તું ફિકર ન કર ડાર્લિંગ , આપણે એને સમજાવીશું , એ ભણેલી ગણેલી છે , સ્કોલર છે એ સમજુ છે એને સમજતા વાર નહિ લાગે.
ડાઈનીંગ ટેબલ પર થી ઉભો થઇ ને આલોક બાથરૂમ માં ગયો , તૈયાર થઇ ને એ ઓફિસે જવા નીકળી ગયો.
ભદ્રા ને આલોક ના મુખે થી આ વાત સાંભળી ને બહુ સારું લાગ્યું,
માયા ને ઘરે એકલી મૂકી ને પોતે દવાખાને જવું પડે એમ હતું. ચાર પાંચ મહત્વ ની એપોઇન્ટમેન્ટ્સ હતી.
એ માયા ના રૂમ માં ગઈ ત્યારે માયા બાથરૂમ માં ગયેલી હતી , બેડ પર પડેલો માયા નો મોબાઈલ ભદ્રા એ જોયો , એક શંકા નો કીડો એના દિમાગ માં સળવળ્યો તરત એણે મોબાઈલ લઈ ને જોયો તો એક જ નંબર પર લાંબુ ચેટીંગ થયેલું હતું , ભદ્રા ના પગ તળે થી જમીન નીકળી ગઈ.. માયા બાથરૂમ માં થી નીકળે એ પહેલાં ભદ્રા એ ઉપર ઉપર થી નજર મારી લીધી અને જે નંબર પર થી એ ચેટીંગ થયેલું હતું એ નંબર બરોબ્બર જોઈ લીધો .
ભદ્રા એ જે વાંચ્યું એ વાંચી ને એના પગ તળે થી જમીન સરકી ગઈ.. બાથરૂમ ના દરવાજા ના ખુલવા નો અવાજ થતા જ એ સતર્ક થઇ ગઈ અને માયા નો મોબાઈલ યથાસ્થાને હતો એમ જ ગોઠવી દીધો..
ગૂડ મોર્નિંગ મામા , આજે હું સ્કુલે નહિ જાઉં , મને સારું છે તું દવાખાને જાય મેં અદિતિ ને બોલાવીછે એ સ્કુલે થી સીધી અહી આવશે મને સ્કુલ માં જે કર્યું છે એની કોપી કરાવશે અને પછી જશે.
હા બેટા એ બહુ સારું , પણ જો કોઈ અજાણ્યા માણસ ને જોઈ ને દરવાજો ન ખોલતી કેવા કેવા બનાવો બને છે તું જાણે છે ને ? આપણી જાત ને આપણે જ સાચવવી પડે. તું હવે જુવાન થઇ , થોડું વધારે ધ્યાન રાખવાનું,
ઓકે મામા , ડોન્ટ વરી હું ધ્યાન રાખીશ બસ ? નીચું જોઈ ગઈ માયા , ખબર નહિ કેમ એ ભદ્રા સાથે નજર ન મેળવી શકી આજે.
ભદ્રા ને માયા ની બહુ ચિંતા થઇ રહી હતી , કોઈ પણ મા ને જુવાન થઇ રહેલી દીકરી ની ચિંતા થાય એ સ્વાભાવિક જ છે ,
ભદ્રા કાર લઈ ને નીકળી , સીધી એ માઈકલ ની દુકાને ગઈ , આજે એને ત્યાં જતા જરા ય સંકોચ ન થયો , કદાચ રાજા નો જે ડર એના દિલ માં હતો એ નીકળી ચુક્યો હતો . ભદ્રા ને પેલી મસ્તી ખોર ટાબરિયું ત્યાં નહતું એ જાણી ને ગજબ ની શાંતિ થઇ ..સાલું તે દિવસે મને જોઈ ને રાજા ને કહે છે ઉસ્તાદ તારી આઈટમ આઈ.. ભદ્રા મનોમન મલકાઈ ,’
આએ મેમસાબ આપ હંસતી હે તો બહોત ખુબસુરત લગતી હે.. કહીએ કયું આના હુઆ..?
રાજા ઉભો થઇ ને ભદ્રા ની કાર પાસે દોડી આવ્યો તમામ કામો છોડી ને .
કયું ? નહિ હસતી ઉસ વક્ત ખુબસુરત નહિ લગતી ? અબ ક્યા ચોબીસ ઘંટે મેં હસતી રહું ? તબ તો પાગલ કહેંગે લોગ.. ભદ્રા ખડખડાટ હસી ને બોલી.
પાગલ હોંગે વો લોગ જો પાગલ બનાને વાલે લોગો કો પાગલ સમજેંગે.. માઈકલ એ એના હાથ માં રહેલા જુના ગાભા થી હાથ લૂછતાં કહ્યું ....
ક્યા ? ક્યાં બોલા ? ભદ્રા એ બરોબ્બર સાંભળ્યું હતું તોય ફરી થી પૂછ્યું .
કુછ નહિ મેમસાબ , કહીએ ક્યા કામ થા...
હા મેં ઇસ લિયે આઈ થી કે કલ તુમ ને જો ટાઈમ બરબાદ કિયા મેરે કામ કે લિયે ઉસકે કિતને પૈસે દુ તો ચલેગા ?
અરે નહિ કુછ નહિ મેમસાબ , હમ છોટે લોગો કે પાસ વક્ત બહોત હોતા હે દેને કે લિયે .. હમ પૈસે નહિ દે સકતે .. વક્ત જીતના ચાહો ઉતના ...
દેખ રાજા , દેખ માઈકલ રાજા બોલ્યા પછી ભદ્રા એ ફેરવી તોળ્યું ધંધે મેં શરમ નહિ.. જો હેતા હે લે લેનેકા. હો સકતા હે હંમે તુમ્હારી આગે ઓર ભી જરૂર પડે , તુમ આજ પૈસે નહિ લોગે તો આગે તુમ્હે કામ બતાને મેં મુજે સંકોચ હોગા..
મેમસાબ આપ માઈકલ મત મહીયે મુજે રાજા હી કહીએ ..
રાજા તો સબ લોગ કહેતે હે તુમ્હે મેં માઈકલ કહું તો ક્યાં દિક્કત હે તુજે..?
નહિ અગર આપ ઓર કુછ કહેના ચાહતે હો તો રાજુ કહીએ...
અબ તુમ્હારા એ તીસરા નામ ભી હે ? કિતને નામ હે તુમ્હારે ?
ભદ્રા એ હસી ને પૂછ્યું..
વેસે તો કાઈ નામ હે મેમસાબ મગર અબ મુજે રાજુ કહ કર કોઈ નહિ બુલાતા અગર અકેલે મેં ભી આપ રાજુ કહેંગે તો બડી મહેરબાની હોગી આપ કી..
ભાવુક થઇ ગયો રાજા , ભદ્રા ને નવાઈ લાગી કે અત્યારે કેમ એના અવાજ માં આટલું દરદ આવી ગયું ?
એકલા એની સાથે મારે રહેવું જ ક્યાં છે કે એને રાજુ કહેવાનો વારો આવશે ?
ભદ્રા એ એમ વિચારી ને કહી દીધું ઠીક હે જબ હમ અકેલે રહેગે તબ મેં તુમ્હે રાજુ હી બુલાઉન્ગી બસ ? અબ મહેબાની કર કે કુછ પેસે લે લો નહિ તો મુજે બુરા લગેગા..
માઈકલ એ ભદ્રા ની આંખો માં આંખો પરોવી ને એટલી આત્મીયતા થી જોયું કે ભદ્રા ની નજર નીચે ઢળી ગઈ..
______________________________
!!!! સંવેદના નું સરનામું !!!!

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે ,

જુલિયસ સીઝરની પીઠનું ખંજર તપાસ કર .

_ હેમેન શાહ

Last edited by soft_touch : 20th December 2014 at 02:07 PM.

Reply With Quote
  #62  
Old 20th December 2014
Gujju2012's Avatar
Gujju2012 Gujju2012 is offline
Custom title
 
Join Date: 10th January 2012
Posts: 1,272
Rep Power: 14 Points: 992
Gujju2012 has received several accoladesGujju2012 has received several accoladesGujju2012 has received several accoladesGujju2012 has received several accolades




______________________________

Reply With Quote
  #63  
Old 20th December 2014
ad26789's Avatar
ad26789 ad26789 is offline
Custom title
 
Join Date: 11th December 2010
Posts: 28,239
Rep Power: 52 Points: 17388
ad26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universe
______________________________

Reply With Quote
  #64  
Old 21st December 2014
mayur2013 mayur2013 is offline
 
Join Date: 24th December 2013
Posts: 57
Rep Power: 9 Points: 106
mayur2013 is beginning to get noticed

Reply With Quote
  #65  
Old 23rd December 2014
kaypee69 kaypee69 is offline
 
Join Date: 25th February 2012
Posts: 28
Rep Power: 14 Points: 138
kaypee69 is beginning to get noticed
Thumbs up

લાખ સલામ સોફ્ટ ટચ ભાઈ તમારી લેખન શૈલી ને
તમારી શિલા વાળી વાર્તા ની જેમ આ પણ ખુબ ગરમ લાગે છે

કીપ ઈટ અપ
એક નવો આનંદ આપે છે તમારી વાર્તા
મારા જેવા ઘણા ભાઈઓ તમારી સાથે છે

કે પી

Last edited by kaypee69 : 23rd December 2014 at 06:24 PM.

Reply With Quote
  #66  
Old 24th December 2014
soft_touch's Avatar
soft_touch soft_touch is offline
Custom title
 
Join Date: 6th January 2012
Location: in honesty
Posts: 2,280
Rep Power: 20 Points: 5629
soft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autograph
Quote:
Originally Posted by kaypee69 View Post
લાખ સલામ સોફ્ટ ટચ ભાઈ તમારી લેખન શૈલી ને
તમારી શિલા વાળી વાર્તા ની જેમ આ પણ ખુબ ગરમ લાગે છે

કીપ ઈટ અપ
એક નવો આનંદ આપે છે તમારી વાર્તા
મારા જેવા ઘણા ભાઈઓ તમારી સાથે છે

કે પી
tamaro khub khub aabhaar kaypee bhai. . aa j rite varra sathe jodayela rahejo dost. thanks
______________________________
!!!! સંવેદના નું સરનામું !!!!

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે ,

જુલિયસ સીઝરની પીઠનું ખંજર તપાસ કર .

_ હેમેન શાહ

Reply With Quote
  #67  
Old 24th December 2014
soft_touch's Avatar
soft_touch soft_touch is offline
Custom title
 
Join Date: 6th January 2012
Location: in honesty
Posts: 2,280
Rep Power: 20 Points: 5629
soft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autograph
ભદ્રા ને થયું કે એને પૂછું અબ કોઈ નહિ બુલાતા મતલબ ? પેહેલે કબ ઓર કૌન બુલાતા થા ?
પણ પછી થયું જવાદે ને મારે શું લેવા દેવા એની સાથે ?
મેમસાબ આપ સે પેસે મેં લે હી નહિ સકતા ઓર અગર આપ કો કુછ દેના હી હે તો હર રોજ એક પ્યારી સી મુસકાન દે કર જાઈએ મેરે લિયે વો બહોત કીમતી હે.
ભદ્રા હસી પડી , એના થી વધારે વાર ત્યા ઉભા ન રહેવાયું એણે શરમાઈ ને ગાડી ભગાવી દીધી , છેક આગળ ગયા પછી એને યાદ આવ્યું કે જે મહત્વ ની વાત પૂછવા માટે હું એને ત્યાં ગઈ હતી એ તો પુછાઈ જ નહિ . આ માણસ કેટલો વાતોડિયો છે ? દર વખતે મહત્વ ની વાત ભૂલવી દે છે, ભદ્રા એ મોબાઈલ કાઢ્યો અને એના કોલ લોગ માં પહેલે થી જ પડેલા રાજા ના નંબર ને ડાયલ કર્યો. ખબર નહિ કેમ પણ એ નંબર ડાયલ કરતી વખતે એના ધબકારા વધી ગયા.
હેલો , કુછ બાકી રાહ ગયા થા મેમસાબ ? રાજા એ ફોન તરત ઉઠાવી ને પૂછ્યું ,
રાજા મેં જો બાત તેરેકો પૂછને આઈ થી વો તો ભૂલ હી ગઈ.
ભદ્રા ને પોતાના ટીપીકલ હિન્દી પર ગુસ્સો આવ્યો આ પોતે કેવી વિચિત્ર હિન્દી બોલી રહી છે ?
તેરેકો ? એમ કહેવાય ? કે તુમ કો એમ કહેવાય ?
કહીએ ના મેમસાબ ?
રાજુ , થોડે દિન પહેલે તુમ મેરે દવાખાને પે આયે થે ?
ક્યા કહા ? ક્યા કહા ? એક બાર ફિર સે કહીએ મેમસાબ . રાજા ની અધીરાઈ ભદ્રા ને અહી ચોખ્ખી ફિલ થઇ રહી હતી , ભદ્રા ને મોબાઈલ માં રાજા ની સંવેદના ઓ સ્પષ્ટ જણાઈ રહી હતી , એ કલ્પી શકાતી હતી કે રાજા ને પોતે રાજુ કહી ને સંબોધ્યો છે એ બહુ જ નહિ અત્યંત ગમી ગયું છે ,
કયું ? કુછ ગલત બોલા ક્યા રાજા ? ભદ્રા એ અજાણ બનતા પુછ્યું,
નહિ નહિ મેમસાબ આપ કો નહિ પતા આપ ને અપુન કો કિતના ખુશ કિયા હે . આપ મેરેકો રાજુ હી બુલાઈએ.. મુજે વોહી નામ બેહદ પસંદ હે.. પતા હે મેમસાબ ઉસકે પીછે ભી એક લંબી કહાની હે , કભી આપ સુકુન સે મિલેંગે તબ આપ કો બતાની હે,. અબ તક કિસી કો નહિ બતાઈ હે, સિર્ફ આપ કો હી.
અચ્છા ? કયું સિર્ફ મુજે હી ? ઓર ભી તો કઈ લોગ હે ઇસ શહર મેં ?મેં અકેલી થોડે હું ?
કઈ લોગો કે હોને સે ક્યા હોતા હે મેમસાબ , કોઈ અપના હોના મુશ્કિલ હે ના ? ઇતને સારે લોગ થે ફિર ભી એકટીવા લાને કે લિયે રાજા કો હી આપ ને કયું યાદ કિયા ?
બસ યહી બાત હે. મેમસાબ આપ કુછ પૂછ રહી થી ? દેખિયે મેને આપ કો યાદ દિલાયા હે , ફિર એ મત કેહના કી મેં આપ કો ભૂલા દેતા હું .
અરે હા , સચી મેં તું ને મુજે ભૂલા દિયા થા , મેં એ પૂછ રહી થી કે કુછ દિન પહેલે તુમ મેરે દવાખાને પે આયે થે મુજે મિલને ?
નહિ તો ? મેં કયું આઉગા મેમસાબ ? મેં આ સકતા હું કભી ? આના તો કાઈ બાર ચાહતા થા મગર ડર લગતા હે કહી આપ સબ કે સામને ઈન્સલ્ટ ન કર દે. ઓર ક્યા હે મેમસાબ અપુન સબ કુછ સહ સકતા હે ઈન્સલ્ટ નહિ સહ સકતા ખાસ કર કે એક ઓરત સે,,
અરે યાર તું કિતના બોલતા હે ? એક બાત બતાને કે લિયે કિતની લંબી કહાની સુનાતા હે તું ? સીધા સીધા ક નહિ સકતા ? કે નહીં આયા થા ?
વો ક્યાં હે ના મેમસાબ કે જીતની જ્યાદા આપ સે બાત હોતી હે મેરેકો ઉતના મજા આતા હે..
ઠીક હે ઠીક હે .. ચલ મેં અબ રખતી હું. બાય..
જાનકી બારી માં થી ક્યાર ની જોઈ રહી હતી કે મેડમ દસ મિનીટ થી ગાડી માં બેઠા બેઠા કોઈ નીસાથે ફોન પર વાત કરી રહ્યા છે , નક્કી કોઈ અંગત ફોન હશે. ભદ્રા એ જાનકી સામે જોયું એ મલકાઈ અને ફોન મુકવા જતી હતી ત્યાં રાજા એ પૂછ્યું, મેમસાબ આપ બુરા ન માને તો શામ કો મિલને આપ કે દવાખાને પે આઉ ?
ભદ્રા હવે મૂંઝાઈ , શું જવાબ આપવો... ?
મેં તુજે થોડી દેર મેં કોલ કરતી હું ઓકે ? એક પેશન્ટ હે
ઠીક હે મેમસાબ , કરના જરૂર ભૂલ નહિ જાના , રખતા હું . છેલ્લે સી ઓફ કરતા સુધી માં ભદ્રા એની ચેમ્બર માં આવી ને ખુરશી પર બેસી ચુકી હતી અને જાનકી પાણી નો ગ્લાસ હાથ માં લઈ ને મેડમ સામે ઉભી ઉભી શરારતી મલકાઈ રહી હતી એ એના મેડમ ને ચીડવી રહી હતી ,
ભદ્રા એ ફોન કટ કર્યો અને એક દીર્ધ શ્વાસ નીચે મુક્યો એ સાથે એની ભારે છાતી પણ નીચે પછડાઈ , જાનકી બોલી , બાપ રે...
કેમ શું થયું તને ? ભદ્રા એ જાનકી ને બનાવટી તતડાવી , કેટલું વજન ઊંચું કરી ને ક્યાર ના ફરતા હતા મેડમ ! હવે બ્રા પર લોડ ઓછો થયો હશે.
નાલાયક ચુપ મર, ભદ્રા એ પેપર વેઇટ છુટું ફેંકવા નો ઈશારો કરતા કહ્યું. કેમ છુપાઈ ને લોકો ની વાતો સાંભળે છે ? તમે હર્ષદ સાથે ફોન પર કિસિંગ પ્રેસિંગ કરતા હતા ત્યારે કોઈ સાંભળતું હોત તો તમને કેવું લાગત ?
જાનકી > અરે મેડમ , અમે તો જેની સાથે કિસિંગ પ્રેસિંગ કરતા હતા એની સાથે મેરેજ કર્યું હતું પણ તમે તો ઓલરેડી મેરીડ છો. એનીવે.. બટ યુ લૂકસ હોટ ,
થેન્ક્સ જાનકી . કોઈ ગલત ન વિચારીશ , મારા એક સ્નેહી નો જ ફોન હતો કોઈ લફડા વાળો ફોન નહતો , સમજી ? નહીતર પાછી તું ઊંધું વિચારી બેસીશ . કમળો થયો હોય એને બધું પીળું જ દેખાય.
ભદ્રા હસી , જાનકી સાથે ગપ્પા મારવાની એને બહુ મજા આવતી ,.
જાનકી એના લવર કમ હસબંડ સાથે ની વાતો રસાળ શૈલી માં કરતી અને ભદ્રા પાસે થી નવી નવી તરકીબ શીખતી , બેઉ વચ્ચે ઉંમર નો ખાસ્સો એવો તફાવત હતો તોય સારી મિત્રતા બંધાઈ ગઈ હતી. એમાં ય હવે તો સેક્સ ને લગતી વાતો ય ભળી હતી એટલે બંને એક બીજા થી કોઈ છોછ રાખતા નહિ. જ્યાં વિના સંકોચે સેક્સ ને લગતી ચર્ચા કરી શકાય એ જ સાચો સબંધ કહેવાય. એવી જગ્યાઓ બહુ ઓછી હોય છે , એમાં ય એક પ્રતિષ્ઠિત ડોક્ટર ને તો પોતાની રેપ્યુટેશન નું કેટલું ધ્યાન રાખવું પડે ? ભદ્રા એ વાત થી બહુ સાવચેત હતી , એણે હજુ સુધી કોઈ ની સાથે એવા રીલેશન બનાવ્યા જ નહતા , આલોક નો મિત્ર પરિમલ એને બહુ લાઈક કરતો હતો એ ભદ્રા બહુ સારી રીતે જાણતી હતી , તો પરિમલ ની વાઈફ સોનલ આલોક ને બહુ ગમતી , પાતળી ઉંચી અને બોલ્ડ સોનલ ઓરલ સેક્સ ની જયારે ગ્રુપ માં ચર્ચા થતી ત્યારે બહુ ઉત્સાહભેર ભાગ લેતી એટલે એ માત્ર આલોક ની જ નહિ અન્ય મિત્ર વર્તુળ ની ય નજર માં રહેતી. પરિમલ અને સોનલ ની ગેરહાજરી માં તમામ મિત્રો એક બાબત પર સંમત થતા કે સોનલ અતિશય કામુક છે અને એને સંપૂર્ણ સંતુષ્ટ કરવાનું પરિમલ નું ગજું નથી , એ બહુ વાચાળ અને શોખીન છે , એટલે જયારે પરિમલ અને સોનલ નું આગમન થાય એટલે પરિમલ તો બિચારો નેપથ્ય માં જ હોય , ટોક ઓફ ધ ટાઉન તો સોનલ જ હોય.. સોનલ પણ બોલવા માં મારફાડ હતી , જરાય શરમ સંકોચ રાખ્યા વિના એ સેક્સ વિષે ટીપ્પણી કરતી , કયારેક તો પરિમલ એ એને ટકોર કરવી પડતી કે બસ કર હવે વધારે પડતું થઇ રહ્યું છે.
ભદ્રા અને જાનકી એક બીજા ની મજાક ઉડાડતા વાતો કરતા બેઠા હતા , વચ્ચે વચ્ચે એકાદ પેશન્ટ આવી જાય એને નીપટાવી ને બંને અલક મલક ની ચર્ચાઓ માં મશગુલ થઇ જતા. સ્ત્રીઓ ને વાતો ના વિષયો નો ક્યારેય તોટો નથી હોતો . ભદ્રા થોડીક અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી હતી પણ એનો અર્થ જરાય એવો નહતો કે એ ફ્રીઝીડ કે ઠંડી સ્ત્રી હતી. બલકે એ અંદર થી અત્યંત ગરમ અને કામુક સ્ત્રી હતી , પણ અત્યાર સુધી એણે સફળતા પૂર્વક પોતાની જાત ને સાચવી રાખી હતી.
જાનકી મને એમ થાય છે કે જો આપણા મગજ માં શું વિચાર ચાલે છે એ રીડ કરવા નું કોઈ સોફ્ટવેર શોધાઈ જાય તો આપણી શું વલે થાય ?
ભદ્રા એ જાનકી ને કહ્યું.
આપણ ને લેડીસ ને તો ખાસ પ્રોબ્લમ ન થાય પણ આપણા ધણીઓ ના અસલી રૂપ સામે આવી જાય. મેડમ સાહેબ કોઈ દિવસ તમારી સામે બીજી લેડી ના વખાણ કરે ખરા ?
એટલે ? ભદ્રા એ સવાલ ન સમજાતા જાનકી સામે કપાળ માં કરચલી સાથે જોયું .
અરે આઈ મીન કે હર્ષદ જો કોઈ બ્યુટીફૂલ છોકરી ને જુએ ને તો હું સાથે હોઉં તોય ટીકી ટીકી ને જુએ.. એની બ્રેસ્ટ ને જોઈ ને સિસકારા ભરે અને ફક્ત મને જ સંભળાય એવી અત્યંત ડર્ટી કોમેન્ટ કરે , મને ગુસ્સો આવી જાય કે સાલો મને સાચો લવ પણ કરતો હશે કે કેમ ? જો ખરેખર એવી કોઈ છોકરી મળી જાય તો આતો પ્રોગ્રામ પણ કરી આવે..
ભદ્રા > આલોક એવા નથી , જાનકી આલોક જુએ ખરા પણ કશું બોલે નહિ , મને ઘણી વાર તો એમ થઇ જાય કે આહ કેટલુ મસ્ત ફિગર છે , પણ આલોક ના મુખે થી કદી સિસકારો ના નીકળે.
યુ આર લકી મેડમ , બાકી હર્ષદ ની એ આદત મને જરાય નથી ગમતી. એ શું પોતાની પત્ની હોય તો ય બીજે ડાફોળીયા મારવાના ? આખી રાત હેરાન આપણ ને કરે અને વખાણ બીજી ના કરવાના ? એને ડોફા ને રીઝવવા માટે હું ના ગમતું હોય એવુય કરતી હોઉં છું અને એ છે કે ?? જાનકી સીરીઅસ થઇ ગઈ.
પણ જાનકી ના મુખે થી ગાળ સાંભળી ને ભદ્રા ને મજા પડી ગઈ..
વાહ તું તો છોકરાઓ જેવી જ ગાળ બોલે છે ને કાઈ ?
સોરી મેડમ , એતો બહુ ગુસ્સો આવી જાય ને એટલે બોલાઈ જાય છે , તમે નહિ માનો પણ હર્ષદ ને હું ગાળ બોલું એ બહુ ગમે છે બોલો. સાલો મને પરાણે ગાળ બોલાવે છે. તમે કદી ગાળ બોલતા મેડમ ?
ભદ્રા હસી ને બોલી ,, જા... જા મારે શું કામ ગાળ બોલવી પડે ? સારા માણસો ગાળ ન બોલે ,
ગાળ બોલે એ માણસ ખરાબ કેહવાય ? જાનકી સામે ઉભી હતી અને ભદ્રા એની રીવોલ્વીંગ ચેર માં બેઠી હતી , અદબ વાળી ને ઉભેલી જાનકી ના સુંદર સ્તનો શર્ટ માં થી બહાર ઉભરાઈ આવતા હતા એક તો શર્ટ ફીટ હતું અને અદબ વાળવા થી એની છાતી નો એ ભાગ વધુ ખેંચાતો હતો એના કારણે બધું જોર નાનકડા બટન પર પડતું હતું એ બિચારું ખેંચાઈ ગયું હતું તોય જાનકી ની જુવાની ને ઢાંકી રાખવા માટે આકાશ પાતાળ એક કરતુ હતું , પણ એના કારણે જાનકી ની સેક્સ અપીલ જોરદાર લાગતી હતી , ભદ્રા ની નજર વારંવાર એના છાતી પર ના બે ખેંચાયેલા બટન વચ્ચે ની જગ્યા માં થી દેખાતી કાળી બ્રા પર જતી રહેતી હતી . જાનકી ને મેડમ જુએ એનો કોઈ સંકોચ થતો હોય એવું લાગતું નહતું.
ભદ્રા બોલી.. બેસ ને થાકી જઈશ..ઉભા ઉભા
જાનકી એમની સામે ખુરશી માં બેઠી .
એમ કરવા થી હવે એનું યુવાન આકર્ષક શરીર રીલેક્સ થયું , બટન ને રાહત થઇ.
તો શું ગાળ બોલે એ સારા માણસો કહેવાય ? તું જાહેર માં ગાળ બોલી શકે ? જો તું એને ખરાબ બાબત ન માનતી હોય તો હવે જે પેશન્ટ આવે એના સાંભળતા ગાળ બોલી બતાવ. ભદ્રા એ જાનકી ને ચેલેન્જ કરી .
ના ના મેડમ હુ ય એને ખરાબ તો માનું જ છું પણ એકલા હોઈ એ ત્યારે બોલવા માં શું વાંધો છે ? ઓનેષ્ટલી કહું તો મને ગાળ સાંભળી ને જોરદાર એક્સાઈટમેન્ટ આવે છે , હર્ષદ ને હું ભલે ધમકાવતી હોઉ પણ અંદર ખાને મને એ જે શબ્દો બોલે છે એ બહુ ગમે છે , એના થી એક વિચિત્ર પ્રકાર નો સંતોષ મળે છે ,
જાનકી ના નિખાલસ કબુલાતનામા ને ભદ્રા અહોભાવ થી જોઈ જ રહી , હકીકત માં એ જે બાબત ફિલ કરતી હતી એ જ બાબત જાનકી કહી રહી હતી પણ ભદ્રા એ વાત ને જાહેર કરવા માંગતી નહોતી. ભદ્રા એ જાનકી ને ધીમે થી પૂછ્યું ,
જાનકી તે અને હર્ષદે લગ્ન પહેલા સેક્સ માણ્યું હતું ખરું ?
હાસ્તો , મેડમ , લવર્સ હોય એ તો કરે જ ને ? લવ મેરેજ વાળા ઓલમોસ્ટ કપલ્સ લગ્ન પહેલા થી એ બધું કરી ને અનુભવી થઇ ચુક્યા હોય છે ,
તે તને એવો ડર નહતો લાગતો કે કદાચ હર્ષદ તને તરછોડી દેશે તો ? કદાચ એ લગ્ન માટે ના પાડી દેશે તો ? ભદ્રા એ ખુબ વજનદાર સવાલ પૂછી લીધો .
લવ માં ફેઈથ તો હોય જ ને મેડમ નહિ તો એ લવ શેનો ? જાનકી એ કહ્યું .
હા હોવો જ જોઈએ પણ લવ માં સેક્સ નું શું કામ ? લવ તો ડિવાઈન કેહવાય છે ને ? ભદ્રા નવી પેઢી ની માન્યતા ને ચકાસવા માંગતી હતી , એના સવાલો માં એની દીકરી માયા ના જવાબો છુપાયેલા હતા.
મેડમ , પહેલી કિસ , પહેલો ટચ , પહેલું સેક્સ જો લવર સાથે બંને ની મરજી થી થાય તો એના જેટલું પવિત્ર દુનિયા માં બીજું કશું નથી હોતું. હર્ષદ માટે મને એટલો બધો લગાવ છે જેનો કોઈ હિસાબ ન કરી શકાય , એના માટે આ શરીર તો શું જીવ પણ આપી દઉં . અત્યારે જે લાગણી હું વ્યક્ત કરી રહી છું એજ લાગણી એ વખતે પણ હતી , બલકે થોડી વિશેષ જ હતી , કેમ કે એમાં પાગલપન પણ ભળેલું હતું , એવું પાગલપન કે એ ને મળવા જવાનું હોય એટલે ઘરે જુઠ્ઠું બોલતા જરાય સંકોચ ન થાય .
મમ્મી પપ્પા અગળ જુઠું બોલતા શરમ ન આવે ? આત્મા ડંખે નહિ ? ભદ્રા એ સવાલ કર્યો.
આ સવાલ કરતા એના ગળે ડૂમો બાઝી ગયો.
મેડમ , બધું થાય સાચું કહું તો સખ્ત ગિલ્ટી ય ફિલ થાય , ચેહરો ઉતરી જાય , ગભરામણ થાય , પણ એની પાસે જઈએ અને એ ભેટે ને એટલે બધું ભૂલી જવાય , હર્ષદ ના સ્પર્શ માં શું ખબર શું જાદુ છે કે આસપાસ ની દુનિયા માં શું ચાલે છે એ ય ભાન ન રહે. સેક્સ ની વાત નથી કરતી,લાગણી ની સંવેદના ઈમોશાનાલીટી ની વાત કરું છું , સાચું કહું એ વખતે તાવ આવ્યો હોય ને તોય એ કપાળે હાથ ફેરવે એટલે ઉતરી જાય.
સારું સારું હવે... તમે પ્રેમ ના વેવલાવેડા કરો અને તમારા મમ્મી પપ્પા ને સમાજ માં કેટલું નીચા જોણું થાય એ ખબર છે તને ?
હા , એ વાત સાચી છે મેડમ . પણ શું થાય પ્યાર હે , હો ગયા તો હો ગયા, બિન્દાસ્ત હસી ને જાનકી એ જવાબ આપ્યો.
પહેલી વાર હર્ષદ સાથે સેક્સ માણ્યા પછી તને અફસોસ કે ગીલ્ટ ફિલથયું હતું ?
ના , ખાસ કઈ નહિ , મેં એને બહુ સમજાવ્યો હતો કે આપણે લગ્ન પછી આ બધું કરશું પણ એ નારાજ થઇ ગયો એટલે મેં એને કરવા દીધું, મેડમ યુ નો હું હર્ષદ ને નારાજ નથી જોઈ શકતી ,
ભદ્રા > અરે પણ ઉપર ઉપર નું ઠીક છે લવ કહેવાય પણ કુંવારા હોવ અને ઇન્ટરકોર્સ ? બહુ કહેવાય.
જાનકી ચુપ થઇ ગઈ. થોડી વાર ગંભીર થઇ ગઈ અને પછી એ બોલી મેડમ અત્યારે તમને કોઈ છોકરી ભાગ્યેજ એવી મળશે જેણે કોઈ ને કોઈ સ્વરૂપે સેક્સ ન માણ્યું હોય. ઈન્ટરનેટ અને મોબાઈલ ના જમાના માં બધું જોઈ જોઈ ને કોણ રહી શકે ? હર્ષદ મને ક્યારે મળતો ત્યારે એવી એવી કલીપો દેખાડતો કે હું પોતે જ પલળી જતી , મને જ એમ થતું કે હર્ષદ મને એવું કૈંક કરે કે મને બસ મજા જ આવી જાય.
ભદ્રા પેપર વેઇટ રમાડતા જાનકી ને સાંભળી રહી હતી પણ એના દિલો દિમાગ માં માયા ના વિચારો નું ધમાસાણ યુદ્ધ ચાલુ હતું , જાનકી ની એક એક વાત ને એ માત્ર માયા સાથે જ જોડી ને જોતી હતી
બંને ની ગંભીર વાતો માં એક પેશન્ટ એ આવી ને ખલેલ પહોંચાડી , એ પછી તો પેશન્ટ ચાલુ થઇ ગયા જે છેક સાંજ સુધી ચાલુ જ રહ્યા. એ બધા માં ભદ્રા રાજા ને તો સાવ ભૂલી જ ગઈ.
સાંજે જાનકી ને લેવા હર્ષદ આવ્યો એની સાથે પાંચ દસ મિનીટ વાતો કરી ને જાનકી ના ગયા પછી એ દવાખાનું બંધ કરવા જતી હતી ત્યાં, એના મોબાઈલ પર માઈકલ નો ફોન આવ્યો.
અચાનક ભદ્રા ને યાદ આવ્યું , મેં એને કોલ કરવાનું કહ્યું હતું પણ હું તો ભૂલી જ ગઈ. અરે યાદ હોય તો પણ મારે ક્યાં કોલ કરવાનો જ હતો ? ફોન ઉઠાવું કે ન ઉઠાવું એ અવઢવ માં ફોન મિસ્સ થઇ ગયો. રીંગ બંધ થતા ભદ્રા ને એજ અજીબ પ્રકાર નો હાશકારો થયો .સારું થયું . એમ કહી દઈશ કે પેશન્ટ ને તપાસતી હતી એટલે તારો કોલ ન લઈ શકી.
ડોર લોક કરી ને એ નીકળી કાર લઈ ને ધીમે ધીમે ઘેર આવવા, રસ્તા માં થી થોડું ઘણું શોપિંગ કરવાનું હતું એ કર્યું અને ગહરે આવી ગઈ. રાજા ની દુકાન આગળ થી પસાર થઇ ત્યારે એ તરફ જોવાની લાલચ ને મહા પરાણે ભદ્રા એ રોકી રાખી.
રાત્રે આલોક સાથે બેડરૂમ માં એણે માયા વિષે બહુ ગંભીર ચર્ચા કરી. આલોક ભદ્રા ની વાત સાથે સંપૂર્ણ સહમત નહતો એની એક જ દલીલ હતી કે જો માયા ને તું કહે છે એવું કોઈ લફડું હોય અને એ શારીરીક સબંધ સુધી ગાઢ હોય તો માયા ભણવા માં આટલી રેન્કર ન જ હોય. આ બધી બાબતો એવી છે કે એની અસર ભણવા પર પડ્યા વિના રહેજ નહિ .
પણ તો પછી માયા મારી આગળ જુઠ્ઠું શું કામ બોલે છે ? એને મારી સમક્ષ જુઠું બોલવા ની જરૂર જ શું કામ પડે ? ભદ્રા ની આ દલીલ નો આલોક પાસે કોઈ જવાબ નહતો .
______________________________
!!!! સંવેદના નું સરનામું !!!!

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે ,

જુલિયસ સીઝરની પીઠનું ખંજર તપાસ કર .

_ હેમેન શાહ

Reply With Quote
  #68  
Old 24th December 2014
soft_touch's Avatar
soft_touch soft_touch is offline
Custom title
 
Join Date: 6th January 2012
Location: in honesty
Posts: 2,280
Rep Power: 20 Points: 5629
soft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autograph
પતિ પત્ની બંને એજ્યુકેટેડ હતા , એમાં ય ભદ્રા તો પોતે મેડીકલ લાઈન ની લેડી હતી . ઉંમર ના પ્રમાણ માં માયા ના શરીર નો વિકાસ પણ એને ચિંતિત કરી મુકતો હતો , ભદ્રા એ બાબત ની ચર્ચા એના પતિ સાથે કરી શકે એમ નહતી પણ એના ધ્યાન માં એ બાબત પણ હતી જ કે છેલ્લા એક વર્ષ ના ગાળા માં માયા એ બે વખત એને બ્રા ટાઈટ પડતી હોવાની ફરિયાદ કરી હતી. માયા ના અંતર્વસ્ત્રો ભદ્રા જ ખરીદતી એટલે એને ખબર હતી કે ચોત્રીસ માં થી માયા છત્રીસ ની બ્રા પહેરતી થઇ ગઈ હતી. એ બધા જ વિચારો કરતી હતી , આજે રાત્રે મનોમન એણે નક્કી કરી લીધું કે માયા પર નજર રાખવી , ગમે તેને એ કામ સોંપવું , માયા કદી સીધે સીધું પૂછવા થી સાચો જવાબ નહિ આપે. એને રંગે હાથ જ પકડવી પડશે.એણે ઘસઘસાટ ઊંઘતા આલોક ના બરમુડા માં હાથ નાખી ને એનું લિંગ પકડ્યું , એ ય આલોક ની માફક જ ઘસઘસાટ ઊંઘ માં હતું, છેલ્લો કડવો અનુભવ યાદ આવતા જ ભદ્રા એ એને છોડી દીધું , અને ભદ્રા આલોક ની છાતી પર હાથ ફેરવતી સુઈ ગઈ.
ભદ્રા ના જીવન માં જે ઘટનાઓ બની રહી હતી એનાથી એને ખરેખર આશ્ચર્ય થઇ રહ્યું હતું , જુવાની માં કદમ રાખતા જે સ્પંદનો અનુભવાય એ અત્યારે ઢળતી ઉંમરે શું કામ ફિલ થાય છે ? શા માટે મન મુક્ત પંખી પાણી ને ઉંચે ગગન માં વિચરવા બેચેન થતું જાય છે ? એક જવાબદાર સન્નારી હોવાનું મારે સતત મારી જાત ને યાદ કેમ અપાવવું પડે છે ? એક પછી એક દિવસો પસાર થઇ રહ્યા હતા , કોક દિવસ આલોક સાથે ફરવા જવાનું મન થતું તો કોક દિવસ ઘર માં પુરાઈ રહેવાનું, કોક દિવસ સેક્સ ની અત્યંત વિકૃત ઈચ્છા થઇ આવતી તો કોક દિવસ મન શાંત થઇ ને આધ્યાત્મ ને પસંદ કરતુ. એ સમય મળે મેડીટેશન અને યોગા પણ કરતી , સવારે ક્યારેક વહેલી ઉઠી ને ચાલવા જતી , પોતાની શરીરક ચુસ્તતા ને અકબંધ જાળવી રાખવી એ એનો શોખ હતો , આ ઉંમરે ય એનું શરીર સૌષ્ઠવ જોઈ ને એ પોતે ગર્વ અનુભવતી , જાનકી એના હસબંડ હર્ષદ સાથે ની કામ ક્રીડા નું ઉત્તેજક વર્ણન કરતી એ સાંભળી ને ભદ્રા ને પોતાની જુવાની ના એ દિવસો યાદ આવી જતા જયારે આલોક રાત રાત ભર એને જગવતો , અને અડપલા કરી કરી ને હેરાન પરેશાન કરી મુકતો. આખીરાત એક પળ પણ એવી ન હોય જયારે આલોક નો હાથ એના બદન ના કોઈ ને કોઈ અંગ પર ફરતો ન હોય. એ પોતે પણ એક બાબત થી તાજ્જુબ થતી કે જયારે એ નીચે હાથ નાખે ત્યારે આલોક નો તૈયાર જ હોય. ઘણા સમય સુધી તો ભદ્રા એ આલોક ના લિંગ ને નરમ જોયું જ નહતું , એને તો એમ થતું હતું કે પુરુષો નું આ અંગ કાયમ આવું જ રહેતું હશે , તો આખો દિવસ એ લોકો પેન્ટ માં શી રીતે સંતાડી રાખતા હશે ? આવા વાહિયાત સવાલો એને થતા.. જેમ જેમ લગ્નજીવન માં એ જૂની થતી ગઈ એમ એમ એને સમજાયું કે પુરુષો નું આ અવયવ તો પ્રાકૃતિક રીતે નરમ જ હોય છે પણ રંગીલા ધણીઓ એને નરમ રહેવા દેતા જ નથી. લગ્નજીવન ની શરૂઆત માં એ દિવસે નવરી પડે ત્યારે પણ એને આલોક ના કડક લિંગ ના વિચારો આવતા. એને એમ થતું કે કયારે રાત પડે ને આલોક નો પકડું ! સામે પક્ષે આલોક ભદ્રા ની સુંદરતા પર એટલો બધો મુગ્ધ હતો કે એ કાયમ અડપલા કરતો જ રહેતો ., તક મળે એટલે એ ભદ્રા ને બાથ માં લઇ ને ચૂમી લેતો તો ક્યારેક એના ઉરોજ નો સ્પર્શ માણી લેતો. જાહેર માં કોઈ ના આવી જવાના ડર સાથે પોતાના સ્વામી પાસે સ્તનો દબાવાડાવવા નું શરમજનક , અત્યંત સંકોચ પમાડનારું અને એટલું જ રોમાંચક પણ હતું .એક વાર આલોક દિવસ માં એને ચુમી ને જાય એ પછી બે કલ્લાક એના ગોરા ગાલ પર એની લાલી રહેતી , એની ઉત્તેજના નો ખુમાર એની યોની માં ઝટકા સ્વરૂપે બે કલ્લાક સુધી રહેતો. કામ કરતા કરતા યોની પલળી જતી એ ભદ્રા ને ખુબ ગમતું.
જાનકી સાથે ચર્ચા કરવાની એને ખુબ મજા આવતી. એ પોતાનો જુનો વીતી ગયેલો સુવર્ણયુગ તલાશ કરતી અને જાનકી ના કપડા માં તસોતસ બાંધેલા ઉરોજો ને જોઈ ને વિચારતી જાનકી નો પતિ હર્ષદ પણ જાનકી ની છાતી એટલી જ પસંદ કરતો હશે ને જેટલી આલોક ને મારી છાતી ગમે છે ? તમામ પુરુષો ને સ્ત્રી ઓ ના સ્તનો બહુ ગમતા હોય છે એવું આલોક ખુબ વજન દઈ ને કહે છે , આલોક ને જયારે પોતે સોનલ ના વિશાળ સ્તનપ્રદેશ ને ભૂખી નજરે ઝાંખતો જોઈ ને એ ટોકતી ત્યારે ત્યારે આલોક એને કહેતો ..
ભદ્રા હું જેમ સોનિયા ના જોઈ ને ખુશ થાઉં છું એમ આ પરિમલ અને બીજા બધા તારા જોઈ ને મજા લુંટે છે તને ખબર નથી.. અમને આ પાર્ટ કેટલો પ્રિય છે ..
ભદ્રા ને એ જાણી ને ખુબ શરમ આવતી કે આલોક ના મિત્રો એને આટલી ગંદી નજરે જુએ છે , એ ક્યારેક ત્રાંસી આંખે જોતી પણ ખરી કે પાર્ટી માં પુરુષો એના ઉભાર ને જોવાની તક મિસ ન કરતા.
એક સાંજે લગભગ સાડા આઠ વાગ્યે જમી પરવારી ને ભદ્રા મોબાઈલ માં મેસેજ ચેક કરી રહી હતી . આલોક બહાર ગામ ગયો હતો . મોડો આવવા નો હતો , એનું જમવાનું બનાવવાનું ન હતુ માયા જમી ને એના રૂમ માં સ્ટડી કરી રહી હતી . ત્યારે જાનકી નો ફોન આવ્યો .મેડમ એકલી છું બોર થાઉં છું હર્ષદ એના મિત્રો સાથે દારુ ઢીંચવા ગયો છે , તમને વાંધો ન હોય તો ત્યાં આવું ? તમે કહેતા હતા ને કે સાહેબ પણ મોડા આવવા ના છે ?
જાનકી ને ખબર હતી કે આલોક મોડો આવવાનો છે , કેમ કે એ વાત થઇ ત્યારે ભદ્રા દવાખાને હતી અને જાનકી એની સામે જ બેઠેલી હતી.
હા યાર હું પણ બોર જ થઇ રહી છું ઘર માં ને ઘર માં એક કામ કરીએ ક્યાંક બહાર મળીએ..
ઓ.કે. તો મ્યુનીસીપલ ગાર્ડન ના દરવાજે મળીએ ? તમારા ઘર થી અને મારા ઘર થી એ સેન્ટર માં પડશે. દો કદમ તુમ ચલો.. દો કદમ હમ... જાનકી એ કહ્યું . સ્યોર વીસ મિનીટ માં મળીએ.
બાય...
સ્યોર બાય મેડમ ..
ભદ્રા એ ઉપર જઈ ને માયા ને વાત કરી દીધી અને એનું એકટીવા લઈ ને એ નીકળી. રાત્રે એને કાર ચલાવવાનો કંટાળો આવતો હતો , આમ તો એ ચાલી ને જ જવાનું વિચારતી હતી માંડ અડધો કિલોમીટર દુર હશે .. એ બહાને ચાલવાનું ય થઇ જાત પણ જાનકી સાથે કેટલા વાગે એ નક્કી નહિ દસ સાડા દસ પછી એકલી ચાલતી આવું એ ઠીક નહિ એમ વિચારી ને ભદ્રા એ માયા નું એકટીવા લઇ લીધું.
થોડે દુર ગઈ હશે ત્યાં માયા નો મોબાઈલ આવ્યો . એકટીવા સાઈડ પર કરી ને એણે ફોન ઉઠાવ્યો.
શું થયું બેટા ?
મામા પેટ્રોલ પુરાવતી જજે . કાલ નું રીઝર્વ માં છે. હું સાંજે આવતી વખતે ગઈ હતી પણ બહુ ગીરદી હતી એટલે ન પુરાવ્યું.
ઓકે બેટા... ડોન્ટ વરી હું પુરાવી દઈશ..
ભદ્રા એ પેટ્રોલ પંપ બાજુ એકટીવા વાળ્યું. નાઈટ ડ્રેસ માં એ જવલ્લે જ ઘરે થી બહાર નીકળતી . એ ય એકલી તો કદી નહિ. જો નીકળે તો કાર લઈ ને અને આલોક ની સાથે જ ,
પેટ્રોલ પંપ પર એકટીવા વાળતા પહેલા એણે પોતાની છાતી તરફ નજર કરી ને ગુપ્ત ધન ચકાસી લીધું કાઈ દેખાતું નો નથી ને ? પેલા પેટ્રોલ પંપ પર ગઈ હોત તો રાજા મળત , ભદ્રા ને પેટ્રોલ ભરાવતા વિચાર આવ્યો.
સારું જ થયું ત્યાં ન ગઈ એ . આવા કપડા માં એ મને જૂઅત તો ઓર પાગલ થઇ જાત. ઓર પાગલ મતલબ ? એ થોડો પાગલ તો છે જ એમને ? ભદ્રા ને આવું વિચારવું બહુ સારું લાગતું હતું , ભલે લેબર રહ્યો પણ કેવું એથ્લેટિક બોડી છે ? શહેર ના પુરુષો જીમમાં જઈ જઈ ને કસરતો કરી ને થાકી જાય ત્યારે આવું કસાયેલું સિક્સ પેક બોડી પામે. જયારે આ તો ટાયરો ઊંચા કરી કરી ને સિક્સ પેક બન્યો છે. ક્લીન શેવ કરેલો સુટ બુટ ગોગલ્સ પરેલો માઈકલ લાગે બહુ રૂપાળો હોં ?
છેક ગાર્ડન ના નાકે પહોંચી ત્યાં સુધી રાજા ના વિચારો કરતી રહી. જાનકી હજુ આવી નહોતી એણે ઘડિયાળ માં જોયું પંદર મિનીટ જ થઇ હતી. આવતી જ હશે. હું એકટીવા લઇ ને ન આવી હોત તો હું ક્યાં હજુ પહોંચી હોત. ?
ભદ્રા ને થયું બ્રા પહેરી ને આવી હોત તો સારું હતું. અંદર બધું છુટું રમે છે , ઘર માં તો ઠીક છે પણ બહાર બહુ અટપટું લાગે , પણ હવે શું થાય ? એણે જોયું તો નાઈટ ડ્રેસ ના પાતળા કપડા માં થી નિપ્પલ ની છાપ સ્પષ્ટ દેખાતી હતી.. ભદ્રા શરમાઈ ગઈ અને એવી રીતે બેઠી કે જરસી નું કપડું નિપ્પલ થી દુર રહે.
એણે સમય પસાર કરવા આસ પાસ નજર કરી , સામે જ આવેલા આઈસ્ક્રીમ પાર્લર પર ઉભેલો એક યુવાન લાગતો મૂછો વાળો માણસ છેક પચાસ ફૂટ દુર થી એને ધાવી રહ્યો હતો. એની નજર ભદ્રા ની છાતી ની આરપાર સોંસરવી નીકળી ગઈ.દેખાવે સોહામણો અને એજ્યુકેટેડ લાગતો હતો , જો કે તરત એ સાવધ થઇ ગઈ. અને નજર ફેરવી લીધી.
એને થયું જલ્દી જાનકી આવી જાય તો સારું . પોતે પહેરેલા કપડા નો અફસોસ થવા લાગ્યો ભદ્રા ને , સારું હતું કે આજે ઠંડી ઘણી ઓછી હતી નહીતર એ શાલ કે સ્વેટર વિના કદી ન જ નીકળે.
સોરી ચેન્જ કરવા માં થોડું મોડું થયું મેડમ . અરે મને એમ કે હું નાઈટ ડ્રેસ માં આવીશ તો તમે લાંબુ લેકચર આપશો એટલે હું કપડા સારા પહેરી ને આવી અને તમે ખુદ જ એકસ્પ્લોસિવ ડ્રેસ માં છો ? બટ યુ લૂકસ ડેમન હોટ મેડમ. બીગ બોબ્સ ઓલ્વેઝ એટ્રેક્ટિવ, ચુપ મર નાલાયક પેલો તારો સગલો જો સામે આટલી ઠંડી માં ય મને જોઈ ને એટલો ગરમ થઇ ગયો છે કે એણે આઈસ ક્રીમ ખાવો પડી રહ્યો છે , ભદ્રા એ જાનકી ને ઈશારો કર્યો.
દેખાવે તો હેન્ડસમ લાગે છે , થોડું ફલર્ટ કરી લેવા માં વાંધો નહિ હો ? જાનકી એ કહ્યું.
ભદ્રા ડરી ગઈ. ના, ના ,ડોબી ક્યાંક નવું થાય તો ઉપાધી થઇ જાય, સાલી લવ મેરેજ કર્યા છે પણ હજુ પારકા પુરુષો પર ડોળો ફેરવે છે ? હર્ષદ થી ધરાઈ ગઈ કે શું ?
એ ચુતીયા નું નામ જ ના લો બબાલ કરી ને ગયો છે , મેં એને કહ્યું કે મને સાથે લઈ જા. તો મને કે કે દોસ્તારો સાથે હું જાઉં એમાં તને સાથે શી રીતે લઈ જાઉં ? હવે દારુ પી ને એ લોકો શું કરશે મને ખબર છે ,
કેમ ? શું કરશે ?
અરે મારો વાંદરો દારુ પી ને બે ગુલાંટ વધારે જ મારવાનો, એ નશા માં ડુલ થઇ જાય પછી એને પેલુ જોઈએ છે મને ખબર છે , નક્કી એ બહાર જવાનો આજે. લગ્ન પછી આજે પહેલી વાર એકલા એ જવાની જીદ પકડી છે એટલે મને દાળ માં કાંઇક કાળું હોય એવી પાકી શંકા છે ,જાનકી એ ગુસ્સા માં કહ્યું.
ભદ્રા હસી ને બોલી , નાલાયક તારો વર દારુ પી ને નશા માં જે કરે એ તું વગર નશે કરીશ ? એ તો પુરુષ છે એને બધું કરવાની છૂટ હોય , તને અને મને એ બધું સમાજ ન કરવા દે ,
સમાજ શું તંબુરો રોકે ? આપણે અત્યારે પેલા માણસ ને લાઈન મારીએ તો સમાજ આપણું શું બગડી લેવાનો હતો ? જાનકી એ બિન્દાસ્ત કહ્યું.
સાલી તું તો બહુ પાવરફૂલ છે હોં . મને તો એમ હતું કે તું બહુ સીધી સાદી અને ભળી ભોળી છોકરી છે પણ તું તો ચાન્સ મળે તો કોઈ ની નીચે ઊંઘતા ય વિચાર ન કરે . ભદ્રા ખડખડાટ હસી ને બોલી.
જાનકી ભદ્રા ના કાન માં કહેવા માટે નજીક મોંઢું લાવી ત્યારે એના સ્તનો ભદ્રા ના ખભા ની નીચે ના અને કોણી થી ઉપર ના ભાગ સાથે સબાઈ ને ચપટા થઇ ગયા , ભદ્રા ને નીચે જબરદસ્ત ઝટકો વાગ્યો. આજે જીવન માં પહેલી વાર ભદ્રા ને કોઈ સ્ત્રી ના શરીર થી ઉત્તેજના મહેસુસ થઇ , આજ પહેલા એને કદી એવું ફિલ નહતું થયું.
મેડમ . હર્ષદ સાથે સેક્સ કરતી વખતે એ મને ઘણી વાર બીજા પુરુષ સાથે સેક્સ કરતી હોઉ એવી કલ્પના કરવાનું કહે છે , બીલીવ મી બહુ એક્સાઈટ થઇ જવાય છે , કોક વાર ચાન્સ મળે અને સિક્યોર જગ્યા હોય તો ટ્રાય કરવો છે ખરો.
ભદ્રા એ જાનકી ને જોરદાર ધબ્બો મારી ને કહ્યું બાપ રે , યાર આ તો સાવ ખરાબ છે સાલી... માય ગોડ..
બંને ચાલતા ચાલતા વાતો કરતા હતા રસ્તા માં એક ચા ની કીટલી પર લોકો ચા ની ચુસ્કીઓ મારી રહ્યા હતા એ જોઈ ને ભદ્રા બોલી , યાર મસ્ત ચા પીવાની મોસમ છે આ, પણ આપણે કીટલી પર જઈએ તો લોકો પત્તર ફાડી નાખે , આલોક સાથે ઘણી વાર કીટલી ની ચા પીવું છું ખરેખર ચા નોઅસલી ટેસ્ટ તો આ કીટલી વાળા જ મેન્ટેન કરી શકે છે . હોટલ માં ખુરશી પર બેસી ને ચા પીવા કરતા પ્લાસ્ટિક ની નાની પ્યાલી માં ચા પીવાની મજા જ જુદી છે ,
તો ચાલો ને એમાં શું ? ચા પીવા થી કઈ થોડા આપણે ચાલુ થઇ જવાના છીએ ? જાનકી એ કહ્યું,
ના ના એક ડોક્ટર થઇ ને આપણે ચા ની મેલી ઘેલી કીટલી પર ચા પીવા જઈએ એ થોડું વધારે પડતું લાગે છે પણ આઈ એડવાઈઝ યુ કે હર્ષદ સાથે ક્યારેક આંટો મારવા નીકળે ત્યારે કીટલી ની ચા એન્જોય કરજે.
એ તો અત્યારે કોક ને લઈ ને પડ્યો હશે , જાનકી એ ચીડ સાથે ભદ્રા ને કહ્યું,
એ બહાર કરી ને આવ્યો છે કે નહિ એ જાણવા ની એક તરકીબ છે મારી પાસે ભદ્રા એ કોઈ સિક્રેટ કહેતી હોય એમ જાનકી ના કાન માં કહ્યું , એ રાત્રે આવે ત્યારે એને સેક્સ માટે તૈયાર કરી જોજે , જો એ થોડી વાર પહેલા જ કરી ને આવ્યો હશે તો જલ્દી તૈયાર નહિ થાય અને બહાના બતાવશે, અને તરત તૈયાર થઇ જાય તો માનવાનું કે એ બહાર જઈ ને નથી આવ્યો .
ના ના તમે ભૂલો છો મેડમ, એ તો રાક્ષસ છે ,એક વાર કરી ને તો એ થાકતો જ નથી એને તો જેટલી વાર ગરમ કરો એટલી વાર એ તૈયાર,, બીજી કોઈ ટ્રીક હોય તો કહો. બાકી એ બહાર કરી ને આવશે તોય ઘરે આવી ને તો કરશે જ, પેલી ને પૈસા વસુલ કરવા જોર કાઢશે ને ઘેર મફત નું મળે એટલે જોર કાઢશે.
તો પછી એનો પેનીસ સુંઘી જોજે, કોન્ડોમ ની ગંધ આવતી હોય તો ખબર પડી જશે. બે કલાક નું કહી ને ગયો છે ને ? એક દોઢ કલ્લાક તો દારુ ની પાર્ટી માં પસાર થઇ જવાનો , એટલે એ ઘરે આવશે એના બહુ ઓછા સમય પહેલા એ પ્રોગ્રામ પતાવી ને આવશે ,
આઈ ડોન્ટ બીલીવ, જાનકી સહમત ન થઇ.
જસ્ટ ટ્રાય , પ્રયત્ન કરવા માં શું જાયછે ?
ચા પીવી છે ? તો હું કીટલી પર થી લઈ આવું આપણે સામે બાંકડા પર બેસી ને પીશું ,જાનકી એ આંટો મારી ને પાછા ફરતી વખતે ફરી પાછા એ જ કીટલી પાસે આવ્યા એટલે કહ્યું .
ભદ્રા એ જોયું કે જતી વખતે જેટલી ભીડ હતી એટલી અત્યારે નહતી , ત્રણ માણસો હતા ખાલી , સારું જ લઈ આવ. ત્યારે હું અહી જ ઉભી છું ,
ભદ્રા એ જાનકી ને મોકલી તો ખરી પણ એને થયું એકલી છોકરી ને મોકલી એ ભૂલ કહેવાય, એટલે એ ય ધીમે ધીમે ચાલતી ચાલતી લારી થી થોડે દુર ઉભી રહી. જ્યાં થી એ જાનકી પર સારી રીતે ધ્યાન રાખી શકે,. ત્યાં ઉભેલા ત્રણ માણસો પૈકી એક માણસ સાથે વાત કરવા લાગેલી જાનકી ને જોઈ ભદ્રા ને નવાઈ લાગી. શું કામ આ છોકરી અજાણ્યા માણસો સાથે વાત કરતી હશે ?
કેટલી વાર જાનકી ? એણે બુમ પાડી ,
એ હા , આવું છું , પેલા માણસ સાથે હસી ને વાતો કરતી જાનકી બે ગ્લાસ લઇ ને ભદ્રા પાસે આવી.
શું વાતે વળગી હતી એ પારકા માણસ સાથે ? ભદ્રા એ જાનકી ને ધમકાવી.
અરે એ એમ પૂછતો હતો કે તમે આજ ગામ ના છો ?
મેં કહ્યું હા , અમારું દવાખાનું છે , આ એરિયા માં ..
ઓકે ઓકે બીજું તો કઈ નહતો કેહેતો ને ?
નાં , બીજું શું કહે ?
અચાનક ભદ્રા ને લાઈટ થઇ , એ જ માણસ એમની બાજુ માં થી બાઈક લઈ ને પસાર થયો ,ભદ્રા એ ઓળખી કાઢ્યો. અરે ! આ તો પેલો આઈસ્ક્રીમ ખાતો હતો એ જ માણસ છે , થોડી વાર પહેલા આઈસ્ક્રીમ અને હવે ચા ? આઈસ્ક્રીમ ઉપર ચા ? ખરા છે લોકો .
એ તમને લાઈન મારવા આવ્યો હોય એવું ય બને ને મેડમ ? આટલા મસ્ત લાગો છો ,વળી અંદર પણ બધું રમતું મુક્યું છે જાહેર જનતા ના લાભાર્થે , જાનકી હસી ને ચા ની ચૂસકી ભરતા બોલી.
ચા મસ્ત છે નહિ , ? ભદ્રા એ જાનકી ને કહ્યું.
હા મેડમ ખરેખર ઠંડી ઉડી જાય એવી છે ,
આવા મોસમ માં બાજુ માં કોઈ હેન્ડસમ બોયફ્રેન્ડ ચોંટી ને બેઠો હોય તો ચા ની મજા આવી જાય. જાનકી રોમેન્ટિક થઇ ગઈ.
ભદ્રા અને જાનકી આજ ની મીટીંગ થી બહુ ખુશ હતા , આલોક નો એક પણ ફોન હજુ સુધી આવ્યો નહતો. એ ઘેર આવ્યો હશે કે કેમ ? મોબાઈલ કાઢી ને સમય જોયો ભદ્રા એ , સવા દસ થાય છે , સાડા દસે છુટા પડીએ? ભદ્રા એ કહ્યું.
પેલો તો બાર વાગ્યે આવવાનું કહી ને ગયો છે , હું સાડા દસે જઈ ને શું કરીશ ? જાનકી એ કહ્યું.
અરે પણ મોડી રાત સુધી અહી થોડા બેસી રહેવાય ? ઘેર તો જવું જ પડશે ને ? ભદ્રા એ કહ્યું.
બંને બાંકડા પર બેઠા બેઠા ચા પી રહ્યા ઘટ એ જ વખતે સામે કીટલી પર એક કાર આવી ને થોભી,
એની બ્રેક ના અવાજ થી ઘેરી બની રહેલી રાત ના સન્નાટા માં વિક્ષેપ પડ્યો , ભદ્રા અને જાનકી ની નજર પણ એ તરફ ગઈ.
એક મિનીટ જાનકી, ચુપ રહેજે, યાર આતો પરિમલ ની કાર છે , પાછળ ની સીટ માં કોણ બેઠું છે ? ભદ્રા એ ધ્યાન થી જોયું.ક્યાંક આલોક તો નથી ને ? આટલી મોડી રાત્રે આલોક ? પરિમલ સાથે ? એની કાર માં ? એ તો મને કહેતો હતો કે એ બહારગામ જવાનો છે ?
શું થયું મેડમ ? કોઈ ઓળખીતા ની કાર છે ? જાનકી એ ધીમે રહી ને ભદ્રા ને પૂછ્યું,
જાનકી , આલોક ના ખાસ મિત્ર ની કાર છે આ, સાલો એક નંબર નો ચાલુ માણસ છે , પણ પાછલી સીટ માં કોણ બેઠું છે એ ઓળખાતું નથી.
પરિમલ એ સિગારેટ કાઢી ને સળગાવી અને ધુમાડા કાઢતા ચા નો ઓર્ડર આપી ને ચા ની રાહ જોવા લાગ્યો. પાછલી સીટ માં બે જણ બેઠેલા હતા અને આગળ બે જણા હતા , ભદ્રા એ જાણવાની કોશિશ કરી રહી હતી કે કાર ની પાછલી સીટ માં કોણ કોણ બેઠું છે , પરિમલ ની બાજુમાં કૌશીક બેઠો હતો ,એ ય એના જેવો જ લોફર માણસ હતો , હતો મોટો બીઝનેસમેન પણ બધા અપલખ્ખણ એના માં હતા. ભદ્રા ને આલોક ના આ એક બે મિત્રો જરાય નહોતા ગમતા , એ આલોક ને કહેતી ય ખરી કે આલોક આવા ચાલુ માણસો સાથે શું ભાઈબંધી રાખતો હોઈશ ? તારું એજ્યુકેશન જો, તારો મોભો જો.
ત્યારે આલોક કહેતો ભદ્રા એ બધા મારા ક્લાયન્ટ છે , એ લોકો ના બીઝનેસ નું એકાઉન્ટ હું સંભાળું છું એ લોકો કેવા છે એની સાથે મારે શું લેવા દેવા ? મારે તો એમના બીઝનેસ સાથે સબંધ છે ,એ લોકો ગમે તેવા હોય.
પણ આમાં મુસીબત એક જ થતી હતી કે જયારે કોઈ સામાજિક પ્રસંગ હોય ત્યારે ભદ્રા એ પણ આલોક ની સાથે એ ગેંગ માં શામેલ થવું પડતું હતું અને એવખતે એ લોકો ની લોલુપ નજરો એણે સહન કરવી પડતી હતી.,
જાનકી કાંઇક કર યાર મારે એ જાણવું છે કે આલોક અંદર છે કે નહિ ,
જાનકી થોડી વાર વિચારી ને બોલી.. સર ને મોબાઈલ કરો ને ? રીંગ વાગશે તો તરત ખબર પડશે ,
હા યાર એ આઈડિયા સારો છે, ભદ્રા એ મોબાઈલ કાઢી ને આલોક ને રીંગ મારી.
રીંગ ગઈ તો ખરી પણ તરત એ ફોન કાપી નાખી ને આલોક એ એક શક્યતા સમાપ્ત કરી દીધી .
ભદ્રા નિરાશ થઇ ગઈ , કાર ની અંદર ની હરકતો અને એ મિત્રો ના વર્તન પર થી સાફ લાગતું હતું કે એ બધા ગાઢ મિત્રો છે અને ક્યાંક જલસા કરી ને આવ્યા છે ,
એવું ય બને ને કે એ અહી જ ન હોય અને ખરેખર બહારગામ જ હોય મેડમ ? જાનકી એ કહ્યું.
ભદ્રા કશું બોલી નહિ પણ આજે એને આલોક પર પહેલી વાર શંકા ગઈ.
થોડી વાર વિચારી ને એ બોલી ચાલ હવે જઈશું ? ઇટ્સ ઓલરેડી ઈલેવન . ટૂ લેટ.
હા હવે જઈએ જ . ભદ્રા એ જોયું કે પરિમલ અને એના મિત્રો ચા પી ને નીકળી ગયા.
ભદ્રા જયારે ઘેર પહોંચી ત્યારે આલોક ઘરે આવી ચુક્યો હતો , ફ્રેશ થઇ ને એ બેડરૂમ માં પડ્યો હતો સંપૂર્ણ નાગન અવસ્થા માં , અને મોબાઈલ માં કશુક જોતો હતો , ભદ્રા એ દરવાજો ખોલ્યો ત્યારેએણે ફોન મૂકી ને કહ્યું , ક્યાં ગઈ હતી ઠોકાવવા અડધી રાત્રે ?
ચુપ મર નાલાયક , આંટો મારવા ગઈ હતી , તારી જેમ ભટકવા નહોતી ગઈ.
ભદ્રા ને બેડ પર ખેંચી ને એના બદન ને ચૂંથી નાખતા આલોક બોલ્યો હું ભટકવા ગયો હતો ?
ભદ્રા ને એટલા બધા ચુંબનો થી આલોક એ નવડાવી નાખી કે ભદ્રા ની શંકા ય ધોવાઈ ગઈ,
ભદ્રા એ આલોક ના લિંગ ને પકડી ને પંપાળતા કહ્યું આલોક આઈ વોન્ટ યુ બેડલી , પ્લીઝ ડુ સમથીંગ ડીફરન્ટ તે દિવસે તું વહેલો ખલાસ થયો એ પછી હજુ એવી જ છું , કૈંક કર નથી રહેવાતું,
ભદ્રા ને જાનકી ની વાતો એ બહુ ગરમ કરી નાખી હતી , હર્ષદ ની સેક્સ ભૂખ વિષે વાતો સાંભળી ને એની ય ભૂખ અસહ્ય રીતે ઉઘડી હતી, એ આલોક ની ઉપર સવાર થઇ ગઈ અને આલોક ની છાતી , ગરદન અને ગાલ ને ચૂમવા લાગી , દસ સેકંડ માં તો આલોક તૈયાર થઇ ગયો ભદ્રા આલોક ના કડક લિંગ ને પોતાની યોની ની ઉપર ઘસી ને જાતે જ પોતાને તડપાવવા લાગી થોડી વારે એના થી ન રહેવાતા એણે આલોક ને પોતાની ઉપર લઈ લીધો , આલોક પણ ભદ્રા ના સ્તનો ને મસ્ત રીતે મસળતો ભદ્રા ની અંદર ઉતરી ને પોતાના પુરુષાતન ની કસોટી માં પાર ઉતરવા ના ધમપછાડા કરવા લાગ્યો , ભદ્રા નીચે થી એની કમ્મર ઉછાળી ને આલોક ની લંબાઈ ને વધુ ને વધુ પોતાની અંદર સમાવી લેવા ની તનતોડ કોશિશ કરવા લાગી , આજે એ કોઈ પણ રીતે કોઈ પણ સંજોગો માં અધુરી છૂટવા માંગતી નહોતી , એને ડર હતો કે આલોક એના થી પહેલા ખલાસ ન થઇ જાય., આલોક કરતા પોતે વહેલી સંતુષ્ટ થઇ જવા માટે મનોમન અત્યંત ગંદી કલ્પનાઓ કરતી કમ્મર ને ઉંચી કરી ને આલોક માં સમાઈ જવા ની કોશિશ કરવા લાગી. જાનકી એ એની અંદર ની વાસના ને બેહદ ભડકાવી દીધી હતી .. એને કેવી રીતે કાબુ માં કરવી એ ભદ્રા ને સમજાતું નહતું , એના યોની ના સ્નાયુ ઓ ને એણે તંગ કરી દીધા અને આલોક ના લિંગ ને નીચોવી નાખ્યું. ઓહ ઓહ.. યાર તું તો ગજબ છે , એટલું બોલતો આલોક એની છાતી પર ફસડાઈ પડ્યો ત્યારે ભદ્રા નુ ઓર્ગેઝમ માત્ર થોડીક જ ક્ષણો દુર હતું , ભદ્રા એ હાંફતા આલોક ને નીચે પલટી મરાવી દઈને મોરચો પોતે સંભાળ્યો , અને હજુ પણ કડક લિંગ વડે જેમ બને તેમ જલ્દી પોતાની સંતુષ્ટિ શોધી કાઢી , આટલું કરવામાં ભદ્રા ને બહુ શ્રમ પડ્યો , એક તરફ લિંગ નરમ થઇ જવાની ચિંતા અને બીજી તરફ પોતાની ચરમ સીમા અધુરી છૂટી જવાનો ડર , યેન કેન પ્રકારેણ ભદ્રા સંતુષ્ટ થઇ અને આલોક ની બાજુ માં સુઈ ગઈ, થોડી વારે આલોક નસકોરા બોલાવવા લાગ્યો ત્યારે ભદ્રા ઉભી થઇ અને બાથરૂમ જઈ આવી. પાણી પીધું અને પોતાનો મોબાઈલ ચેક કર્યો તો વ્હોટસઅપ મેસેજ જાનકી નો પડ્યો હતો , એ વાંચી ને એ પાછી વિચાર માં પડી ગઈ.
જાનકી સાચું કહે છે ? ભદ્રા ચિંતા માં પડી, શું કરું ? શી રીતે તપાસ કરું ?
એણે બાજુ માં પડેલો આલોક નો ફોન હાથ માં લીધો અને વ્હોટસઅપ ઓપન કર્યું ,
ભદ્રા આજે પહેલી વાર પોતાના પતિ નો મોબાઈલ આમ ખાનગી રીતે ચેક કરી રહી હતી. એને ગમતું તો નહતું પણ એ પોતાની જાત ને એમ કરતા રોકી શકી નહિ.
જયારે તમે કોઈ વ્યક્તિ વિષે ખાનગી રીતે તપાસ કરો છો ત્યારે તમારી શંકા મોટે ભાગે સાચી પડતી હોય છે , ભદ્રા સાથે પણ એવું જ થયું,. પહેલો જ મેસેજ પરિમલ નો હતો.
સામે બાંકડા પર ભાભી બેઠા છે , અંદર જ રહેજે,
ભદ્રા એ સમય જોયો તો દસ ને અડતાળીસ નો હતો .
ભદ્રા એ આલોક નું કોલ લોગ કર્યું તો પોતાનો કોલ દસ ને પચાસ નો હતો.
ભદ્રા એ ઉદાસ નજરે ઘસઘસાટ ઊંઘતા આલોક સામે જોયું.
એના વિશ્વાસ ને ભયંકર ઠેસ પહોંચી હતી , એની આંખ માં થી દડ દડ આંસુ વહેવા લાગ્યા .
એણે જાનકી ને મેસેજ કર્યો .
હા તારી વાત સાચી છે, એ આલોક જ હતો.

Last edited by soft_touch : 24th December 2014 at 06:18 PM.

Reply With Quote
  #69  
Old 24th December 2014
ajeebogareeb ajeebogareeb is offline
 
Join Date: 21st November 2004
Posts: 275
Rep Power: 31 Points: 328
ajeebogareeb has many secret admirers
Good going brother!!

Reply With Quote
  #70  
Old 24th December 2014
ad26789's Avatar
ad26789 ad26789 is offline
Custom title
 
Join Date: 11th December 2010
Posts: 28,239
Rep Power: 52 Points: 17388
ad26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universe
______________________________

Reply With Quote
Reply Free Video Chat with Indian Girls


Thread Tools Search this Thread
Search this Thread:

Advanced Search

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

vB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump



All times are GMT +5.5. The time now is 02:15 AM.
Page generated in 0.02520 seconds